તારી મારી યારી... જામેલી છે એવી વચ્ચે ક્યાંય ના દુનિયાદારી..... એક ખભો છે એવો જેનો હાથ સીધો લંબાય હૂંફતા ઘરે બે આંખો છે એથી જેમાં મારાં સપનાં કહ્યા વગર તરવરે આફતને પણ પહોંચી વળશે આવે જો અણધારી.... તારી મારી યારી..... જુદાં-હૃદય, જુદા ધબકારા જુદાં શરીરને તોય વિચારે સરખું ઈશ્વરને પણ એમ થાય કે એક-કવિતા આના માટે લખું. જ્યાં મળીએ, ત્યાં ઝળહળીએ, સૂની સાંજને શણગારી.... તારી મારી યારી.....
choosing a selection results in a full page refresh