Swadeshi Book Store
Aham Brahmasmi
Regular price
$11.99
Shipping calculated at checkout.
અહમ બ્રહ્માસ્મિ
Pages 214
જગતમાં ઈશ્વરની હાજરી પર બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રાન્સેન્ડન્સ, જે એવું માને છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. સર્જનહારે સૃષ્ટિનું સર્જન તો જરૂર કર્યું છે પણ એ આ સૃષ્ટિનો ભાગ નથી. એ તો આ જગતને ઉપરથી સાક્ષીભાવે નિહાળી રહ્યો છે. એ નથી કોઈ દેવસ્થાનોમાં કે ઘરોમાં. એ તો કોઈ અજાણ્યા સ્થળેથી આપણને બધાને નિહાળી રહ્યો છે અને આ જગતનું સંચાલન કરી રહ્યો છે.
બીજી વિચારધારા એટલે ઈમીનન્સ. જે એવું માને છે કે સૃષ્ટિનું સર્જન કર્યા પછી સર્જનહારે પોતાની જાતને જગતના તમામ જીવોમાં વહેંચી દીધી. સર્જનહાર એણે કરેલા સર્જનની અંદર જ વસે છે. એ તમામમાં વસી રહ્યો છે – મનુષ્યોમાં. પ્રાણીઓમાં, કુદરતમાં, વૃક્ષોમાં, વાદળોમાં, ચાંદ-સિતારાઓમાં, બધે જ.
દ્વૈતવાદનું ખંડન કરતી આ કથા આપણને સૃષ્ટિના સર્જક સાથે મુલાકાત કરાવે છે. કોણ છે આ બ્રહ્માંડનો એક માત્ર રચયિતા? જાણવા માટે વાંચો આ પુસ્તક.