Lay Ek Bijano
લય એક બીજાનો
Pages 232
સંતાન સાથે એના જેવડા થઈને દલીલબાજીમાં ઊતરવાને બદલે ધીરજકે શાંતિથી એક જ પ્રશ્ન પૂછી શકાય, “તું જે કરે છે તે બરાબર કરે છે ?” એ કદાચ હા પાડશે... પરંતુ આપણી શાંતિ, સંયમ અને સંતુલન એને ધીમે ધીમે આપણા જેવા બનવા માટે મજબૂર કરી | દેશે. એક મા પોતાના સંતાનને તતડાવવા-ધમકાવવા-મારવા કે સજા કરવા સિવાય બીજી રીતે પણ સમજદાર, સંસ્કારી, સ્નેહાળ અને સફળ માણસ બનાવી શકે.આજના સમયમાં ડૉમેસ્ટિક સર્વન્ટ—ઘર નોકર કે બાઈ એ ફ્રીજ કે ટીવી જેટલી જરૂરી બાબત બનતી જાય છે. ગમે તેટલા પગારો આપવા છતા પણ એક વિશ્વાસુ અને પૂરા હૃદયથી “પોતાનું” માનીને ઘર સાચવનાર માણસ મળવું એ “સદભાગ્ય” કહેવાય છે. આજના જમાનામાં ! આપણે રોજિંદા જીવનમાં-આપણી રૂટિન જિંદગીમાં પણ બીજા માણસ પર કેટલા આધારિત છીએ એ વાત ક્યારેક શાંતિથી, વિચારીએ તો સમજાય. કચરો લેવા આવતી વ્યક્તિથી શરૂ કરીને ઇસ્ત્રી માટે આવતા ધોબી કે ટોઇલેટ સાફ કરવા માટે આવતા ક્લીનર સુધીના લોકોને કારણે આપણી જિંદગી કેટલી સરળ અને વ્યવસ્થિત ચાલે છે એ વાત ત્યારે જ સમજાય છે જ્યારે આમાંની એકાદ વ્યક્તિ બે-ચાર-પાંચ દિવસ રજા પાડે! આપણે બધા જ આભાર માનવાની વૃત્તિ કે પ્રવૃત્તિમાં જરા આળસુ અને ઉદાસીન છીએ. આપણી જિંદગી જેને કારણે સહજ અને સરળ બને છે એવા લોકોને આપણે વ્યક્તિને બદલે વરસ્તુની જેમ ટ્રીટ કરતા શીખી ગયા છીએ.