Sita - Mithilani Virangna
સીતા - મીથીલા ની વીરાંગના
Pages 356
અમીશની આ મહાગાથામાં એવી દત્તક લેવાયેલી બાળકીનાં અદ્ભુત સાહસોનું વર્ણન છે જે પહેલાં વડાં પ્રધાન બને છે અને પછી દેવી બનીને પૂજાય છે.
રામ ચંદ્ર શ્રેણીનું આ દ્વિતીય પુસ્તક છે. એ પુસ્તક તમને પ્રારંભની પણ પહેલાંની વાર્તાઓમાં ખેંચી જાય છે.
આ પુસ્તકમાં ઈ.સ. પૂર્વે ૩૪૦૦નાં ભારતની કાલ્પનિક કથા. આ સમયે ગરીબી અને શોષણથી ખદબદી રહેલાં ભારતની પ્રજા પોતાના શાસકોને ધિક્કારે છે. સમગ્ર સમાજ અરાજકતાને આરે ઉભો છે. લંકાનો રાજા રાવણ વધુ ને વધુ તાકાતવાન બનતો જાય છે અને દુર્દેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જાય છે. ભારતના તે સમયના બે શક્તિશાળી કબીલાઓ આ પરિસ્થિતિમાંથી પ્રજાને ઉગારી શકે એવા તારણહારની શોધ આદરે છે. છેવટે ખેતરમાં ત્યજાયેલી એક બાળકી મળી આવે છે. લોહીતરસ્યા વરુઓના ટોળાથી એક ગીધ તેનું રક્ષણ કરી રહ્યું હતું. કારણ કે એ કોઈ સામાન્ય બાળકી નથી. એ છે સીતા.