Swadeshi Book Store
Sardar Ek Khoj
Regular price
$14.99
Shipping calculated at checkout.
સરદાર એક ખોજ
Pages 220
આજે દેશમાં કાંઈ પણ બને છે ત્યારે દરેકના હોઠ પર એક જ વાત હોય છેઃ ‘આજે સરદાર સાહેબ હોત તો?’ સરદાર વલ્લભભાઈ પટેલ જેવી પ્રતિભા સદીઓમાં એક જ વાર જન્મ લેતી હોય છે. ગાંધીજીએ પણ કહેવું પડ્યું હતુઃ ‘સરદાર મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન થઈ શકત.’ ગાંધીજી અને સરદારની એક અદભૂત જોડી હતી. આ બે ગુજરાતીઓએ દેશના સ્વાતંત્ર્ય-સંગ્રામને એક નવી જ દિશા અને દોરવણી આપી. નવા જ આદર્શો આપ્યા. અહિંસાનો સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો પરંતુ સરદાર સાહેબે કહ્યું હતુઃ ‘મારે દેશ ચલાવવાનો છે, તોપો પણ રાખવી પડે. સૈન્ય પણ રાખવું પડે. ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત મને ગમે છે પરંતુ હું એ કક્ષાએ જઈ શકું તેમ નથી.’.