Eklo Jane Re
Eklo Jane Re
Swadeshi Book Store

Eklo Jane Re

Regular price $17.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

એકલો જાને રે... તારી જો હાક સુણી

કોઈ ના આવે તો એકલો જાને રે

Pages: 424

લેખક ડૉ. શરદ ઠાકર તેમનાં પ્રાસ્તાવિક નિવેદનમાં (ડૉ. એ એલ ત્રિવેદીની સંધર્ષ ગાથા વિષે) લખે છે કે “શું આ બધું સાચું હોઈ શકે? ભ્રષ્ટાચાર અને કામચોરીથી ખદબદતા આ દેશમાં કોઈ એક મરદ માણસ આખી સિસ્ટમની વિરુદ્ધ દિશામાં ચાલીને, આટલો કપરો સંઘર્ષ ખેડીને, પોતાના આદર્શ સ્વપ્નને સિદ્ધ કરવા માટે ઝનૂનપૂર્વક લડતો રહી શકે ખરો?!? અને અંતે એ સફળ પણ થઈ શકે? અસંભવ!” આ નિવેદન પછીના ૪૨૪ પાનામાં કોઈ થ્રીલર કથાની અદાથી આપણી સમક્ષ ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવનમાં બનતી રહેલી એક એક અવળી,અણધારી, તેમનાં મનોબળની તાકાતની સીમાઓને પડકારતી રહેતી ઘટનાઓ અને તેમાંથી નીકળેલા એટલા જ આશ્ચર્યજનક, સુખદ માર્ગોની તવારીખના પાનાં બદલતાં રહે છે.

જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડો. એચ.એલ. ત્રિવેદી. આ પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકરે ડો. એચ. એલ. ત્રિવેદીની જીવનકથાને નવલકથાત્મક રીતે અને ખૂબ જ રસપ્રદ રીતે આલેખી છે. સંઘર્ષની જીવતીજાગતી ગાથા સમા વ્યક્તિત્વની આ ગાથા દરેકના હૃદયને સ્પર્શી લેશે.