Swadeshi Book Store
Gazal 101
Regular price
$8.99
Shipping calculated at checkout.
ગઝલ 101
Pages 162
ગઝલ એટલે મધુરતા, રંગીની, સૌદર્ય કોમળતા અને માનવીય ભાવનાઓનો રચના-સંસાર ગઝલનો માહોલ પ્રકાશ અને પ્રતિબિંબનાં છાયા અને પડછાયા સુકોમળ તાણાવાણાથી ગૂંથાયેલો છે. ગઝલનો અર્થ છે પ્રિયતમા સાથે અથવા પ્રિયતમ વિશે વાત કરવી અને તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો. ગઝલ એટલે દિલની ભાવનાઓ અને મહોબ્બતની અભિવ્યક્તિ પ્રેમના વિવિધ ભાવો ઋજુ શબ્દોમાં અને મુલાયમ છંદોમાં વ્યક્ત કરવાનું માધ્યમ તે ગઝલ. આવા ભાવ અને છંદોરયની સમન્વયશીલ ગઝલ તગઝુઝુલને નામે ઓળખાય છે. ગઝલ ગુજરાતીમાં ઉર્દૂ તથા ફારસી ભાષામાંથી આવી છે. ગઝલની ઉત્પતિ, વ્યાખ્યા, પરંપરાગત નિર્માણસામગ્રી, વિશિષ્ટ પ્રતીકો, રૂપકો, બંધારણ, છંદો, ભાષા અને તેના સમગ્ર ભાવવિશ્વ ઉર્દૂ ગઝલમાં આવતાં પ્રતીકો, ઇત્યાદિ વિશે જાણવું અનિવાર્ય છે.