Hu Krishna Chu Vol 4
Swadeshi Book Store

Hu Krishna Chu Vol 4

Regular price $15.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

 હું કૃષ્ણ છું - ભાગ 4

Pages 230

કૃષ્ણની આત્મકથા

મારા રાજનૈતિક ઉદયની કહાણી

‘હું કૃષ્ણ છું – મારા રાજનૈતિક ઉદયની કહાણી’ બેસ્ટસેલિંગ ‘હું મન છું’નાં લેખક દીપ ત્રિવેદી દ્વારા લિખિત ‘હું કૃષ્ણ છું’ શૃંખલાનું ચોથું પુસ્તક છે. આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રશ્ર્નોનાં જવાબ તથા ઘટનાઓનાં વિસ્તૃત વર્ણન છે. જેમ કે: દ્રૌપદીનાં સ્વયંવર યોજવામાં કૃષ્ણને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો? કૃષ્ણને હસ્તિનાપુરની રાજનીતિમાં કેમ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો? પાંડવો માટે નવાં રાજ્ય ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કેમ, કેવી રીતે અને કઈ પરિસ્થિતિઓમાં થઈ?

‘હું કૃષ્ણ છું’નાં પહેલા ભાગને મળેલ ભવ્ય પ્રતિસાદ પછી તેને વર્ષ 2018 નાં Crossword Book Awards નાં ‘Best Popular Non-Fiction’ કેટેગરીમાં પણ નામાંકિત થઈ ચૂક્યા છે.

‘હું કૃષ્ણ છું’માં કૃષ્ણનાં જીવનને પંદરથી પણ વધુ પૌરાણિક ગ્રંથોમાં રિસર્ચ કર્યા બાદ શ્રેણીબદ્ધ રીતે લખવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણનાં પ્રત્યેક કર્મની પાછળનાં સાયકોલૉજિકલ કારણો ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આત્મવાર્તાની શૈલીમાં લખાયેલ કૃષ્ણની આ આત્મકથામાં વાચકોને બતાવવામાં આવે છે કે કઈ રીતે કૃષ્ણએ પોતાની ચેતનાને સહારે જીવનનાં બધાં યુદ્ધ જીત્યાં અને એ શિખર ઉપર જઈને વિરાજમાન થયા કે જેવા આજે આપણે તેમને જાણીએ છીએ.

કેમકે પુસ્તકનાં લેખક સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના અગ્રિમ પ્રણેતા છે, તેથી તેમણે બધી જ આવશ્યક જગ્યાઓ પર કૃષ્ણની સાયકોલૉજી પર પ્રકાશ પાડ્યો છે, જેથી વાચક એ સમજી શકે કે કૃષ્ણએ જે કર્યું, એ શા માટે કર્યું. ‘હું કૃષ્ણ છું’ નિમ્નલિખિત શાસ્ત્રોમાં રિસર્ચ કર્યા બાદ લખવામાં આવ્યું છે: મહાભારત, શતપથ બ્રાહ્મણ, ઐતરેય આરણ્યક, નિરુક્ત, અષ્ટાધ્યાયી, ગર્ગ સંહિતા, જાતક કથા, અર્થશાસ્ત્ર, ઇંડિકા, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભાષ્ય, પદ્મ પુરાણ, માર્કન્ડેય પુરાણ, કૂર્મ પુરાણ, ભાગવત પુરાણ, વગેરે.