Hu Man Chhu
હું મન છું
Pages 198
- શું તમે જાણો છો કે હું કોણ છું?
- શું તમને ખબર છે કે બુદ્ધિ, મન બન્ને અલગ છે?
- શું તમને ખબર છે કે તમે એકવાર મારા પર, એટલે કે પોતાના મન ઉપર માસ્ટરી મેળવી લીધી તો તમે; ક્યારે, કોણ, કેમ અને શું કરી રહ્યું છે તેનો સચોટ તાગ મેળવી શકો છો?
- જો તમને આ ખબર પડી ગઈ હોત, તો પછી તમારે તેમજ બધાએ સુખ અને સફળતા પામવા આટલો સંઘર્ષ કરવો પડત?
‘સુખ-સફળતા પ્રત્યેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ મન વિશે ઓછું જ્ઞાન હોવાને કારણે, તે એને પામવાનું ચૂકી જાય છે’ આ કહેવું છે વિખ્યાત લેખક અને વક્તા શ્રી દીપ ત્રિવેદીજીનું, જેમણે ‘હું મન છું’ નામનું પુસ્તક લખ્યું છે. મન બાબતનું અલ્પજ્ઞાન હોવાને કારણે એવી ભૂલો કરી બેસે છે, જેને લીધે જીવનની પ્રગતિ અટકી જાય છે. તો આનો ઉપાય શું? માત્ર એક; ‘પોતાના મનને સમજો’ એમ કહેવાનું છે શ્રી દીપ ત્રિવેદીજીનું.
આ પુસ્તક દ્વારા શ્રી દીપ ત્રિવેદીજી મનનાં રહસ્યોને તો ઉજાગર કરે જ છે, તેઓ તમને જીવનનાં દરેક પાસા, જેવા કે પરિવાર, વ્યવસાય, કેરિયર સાથે સંલગ્ન પ્રશ્ર્નોનાં જવાબ પણ આપે છે.
એકવાર તમે મન પર માસ્ટરી મેળવી લીધી તો તમે બીજાઓનાં મનોને સમજી શકશો કે તેઓ જે કંઈપણ કરી કે વિચારી રહ્યા છે, એવું કરવા પાછળ તેમનું કારણ શું છે? આ કળા તમને વિશ્ર્વમાં આગળ રાખશે. આજ વસ્તુ સફળતા મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પુસ્તકને વધારે રસપ્રદ બનાવવા શ્રી દીપ ત્રિવેદીજીએ ૨૩ લઘુવાર્તાઓ અને દ્રષ્ટાંતો દ્વારા મનનાં અદ્ભૂત જ્ઞાનને પ્રસ્તુત કર્યું છે, જે દરેક ઉમરનાં લોકોને પસંદ પડશે તથા આમાં ચાઈલ્ડ સાયકોલોજી વિશે પણ ઉંડાણપૂર્વક જણાવ્યું છે. એટલે જ આ પુસ્તક બાળકનાં યોગ્ય ઉછેરની કળા પણ શીખવે છે.
સુખ અને સફળતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે! શું તમે તેને પ્રાપ્ત કરવા નથી માંગતા?