Ikigai (Gujarati Edition): The Japanese Secret to a Long and Happy Life
ઇકિગાઈ ~ મૂળ પુસ્તકનો અનુવાદ
(Page 208)
જાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.
હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ ‘The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way’ પુસ્તકના સહ લેખક છે. હેક્ટર જાપાનના નાગરિક છે જ્યાં તેઓ એક દસકથી વધુ સમયથી રહે છે અને તેમણે ‘A Geek in Japan’ નામનું જાપાનનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું છે. ફ્રાંસેસ્કે ઘણા-બધા બેસ્ટ સેલિંગ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. તેમણે ‘Love in Lowercase’ નામની નવલકથા પણ લખી છે, જેના વીસથી વધુ ભાષામાં અનુવાદ થયા છે.