JSK Jay Shri Krushna
જેએસકે "જય શ્રી કૃષ્ણ"
(Page 165)
૨૧મી સદીના ઈશ્વરનું મેઘ ધનુષ
લીડરથી લવર...વોરીયરથી ફિલોસોફર... મોટીવેટરથી મેનેજર...ફ્રેન્ડથી ગાઇડ... બાળકથી બળવાન...`કમ્પલીટ મેન' કૃષ્ણનાં રંગબેરંગી રોલ્સને આધુનિક અંદાજમાં સમજાવતું પુસ્તક...પ્રુથ્વીના પ્રત્યેક નાગરિકને પ્રેમમર્મ, માનવધર્મ, વિજયકર્મ શીખવાડતું યુથફૂલ, જોયફૂલ, કલરફૂલ પુસ્તક!
૧૮ સ્પેશ્યલ લેખોમાં વહેંચાયેલું આ પુસ્તક શ્રીકૃષ્ણ પર અત્યાર સુધીમાં લખાયેલા અઢળક પુસ્તકો કરતા અલાયદું અને વિશિષ્ટ છે. જેમાં કૃષ્ણનાં સહારે આજનો માનવી કોઈ પણ પરિસ્થિતિ કે ઉંમરમાં પોતાની સમસ્યાઓ કેમ ઉકેલી શકે, માર્ગ કઈ રીતે કાઢી શકે અને કૃષ્ણ પાસેથી પ્રેરણા લઇ પોતાનું વર્તમાન જીવન વધુ બહેતર કેવી રીતે કરી શકે એની સુંદર છણાવટ છે. જે બોરિંગ જુનવાણી ઉપદેશને બદલે આજની પેઢીની ભાષા, અભિગમ અને દ્રષ્ટાંતો સાથે કરવામાં આવી છે. ભારત પરદેશી સુપરહીરોઝની પાચલ પાગલ બને છે ત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ક્વોલિટી સાથે મોડર્ન સ્ટાઈલમાં ઓરીજીનલ સુપરપાવર કૃષ્ણને પ્રજા સુધી સાચી સમાજથી પહોંચાડતું આ આકર્ષક સાહસ છે.