Master Of The World
માસ્ટર ઑફ ધી વર્લ્ડ
Pages 174
"માસ્ટર ઑફ ધી વર્લ્ડ" નવલકથા અમેરિકાની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલી છે. વીસમી સદીના પ્રથમ દાયકામાં અમેરિકાના વિવિધ ભાગોમાં ભેદી ઘટનાઓ બનવાની શરૂઆત થાય છે. જેની તપાસ પ્રથમ સાક્ષી તરીકે બયાનકર્તા અને વાર્તાના નાયક ઇન્સ્પેક્ટર જ્હોન સ્ટ્રોકને સોંપવામાં આવે છે. અમેરિકાના વિવિધ ભાગોમાં બનતી તદ્દન જુદા જ પ્રકારની ઘટનાઓને શું એકબીજા સાથે કંઈ સંબંધ છે? આ અંગેનો ખ્યાલ વાચકને દરેક પ્રકરણે નવા જ પ્રકારના આશ્ચર્ય સાથે મળી રહેશે.
જૂલે વર્નની આ કથાના મૂળ તેની અન્ય કથા સાથે પણ જોડાયેલો છે, પરંતુ તેનો ઉલ્લેખ અહીં કરતાં વાચકોનો રસભંગ, થશે અને કથાનું મૂળ રહસ્ય છતું થઈ જાય છે, તેથી જ નવલના વિવિધ પાસાંઓની ચર્ચા પ્રસ્તાવનામાં કરી નથી. તે માટે કથાના ઐતે ઉપસંહાર તરીકે ખાસ નોંધ લખી છે. કથાના મૂળ વર્નની અન્ય પ્રખ્યાત કથા સાથે જોડાયેલો છે, તેથી કથાનો અંતે વાચકો એક સુખદ આશ્ચર્ય અનુભવશે. પરંતુ જે વાચકોએ અગાઉ એ કથા વાંચી નથી તેઓને પણ કોઈ રસભંગ થતો જણાશે નહીં અને આ નવલ એટલી જ સહજતાથી માણી શકશે.