Offbeat
Swadeshi Book Store

Offbeat

Regular price $8.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

ઑફબીટ

Pages 206

રૂંવે રૂંવેથી જીવતા માણસ પ્રત્યે મને આંધળો પક્ષપાત રહેતો હોય છે. અંકિત ત્રિવેદી પ્રત્યે મને આંધળો નહીં, દેખીતો પક્ષપાત છે. he is living in every fibre. મરવા વાંકે ચાલુ રહેતા કેટલાય સમારંભો અંકિતને કારણે જીવી જતા જોયા છે. એનો આ નિબંધસંગ્રહ પણ ઘણી બધી રીતે ‘ઓફ બિટ’ છે. જે પોતે નિર્જીવ હોય તેનું ગદ્ય જીવંત હોય એવું શી રીતે બને? આ નિબંધસંગ્રહનું એક પણ પાનું શુષ્ક નથી. not a Page is dull. મારા જેવા ગદ્યલેખકોને ઓવરટેક કરીને સર્જક્તાના હાઈવે પર આગળ વધે એવા ગદ્યલેખકો ગુજરાતી ભાષામાં ઊગતા જાય છે. અંકિત ત્રિવેદીનો આ નિબંધ્સંગ્રહ ગદ્યના હાઈવે પર એક મહત્વનો માઈલસ્ટોન બની રહેવાનો છે. માઈલસ્ટોનની એક ખૂબીનો હું આશક છું. એ પોતે અગતિની સાધના કરતો રહે છે અને સાક્ષીભાવે ગતિને નિહાળલો રહે છે. શબ્દસાધનામાં ગતિ અને અગતિ બંનેનું મહત્વ છે. આવી સાધનાના આ નવા ઉન્મેષને હું ‘શગમોતીડે’ વધાવું છું. ગુજરાતના વાચકો પણ એ ઉન્મેષનું અભિવાદન કરવાના જ છે.