Sardar Patel - Bharat Ne Kyarey Na Malel Shresth Vadapradhan
સરદાર પટેલ - ભારત ને ક્યારે ના મળેલા શ્રેષ્ઠ વડાપ્રધાન
Pages 298
નહેરુથી તદ્દન વિરુદ્ધ, સરદાર પટેલ સગાવાદથી જોજનો દૂર હતા. આઝાદી પછી સરદારને દિલ્હીમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને ડાહ્યાભાઈ – તેમના દીકરા સરદારને મળવા ગયેલા ત્યારે સરદારે તેમને કહેલું, “જ્યાં સુધી હું આ ખુરશી પર છું ત્યાં સુધી મારી મુલાકાત ન લેવી; હું બહુ બીમાર હોઉં કે તમારે મારું બહુ જરૂરી કામ હોય તો જ આવવું. બધા જ પ્રકારના લોકો તમારો સંપર્ક કરશે. ધ્યાન રાખજો.” * સરદારના અંગત સચિવ વી. શંકરે લખ્યું છે: “હૈદરાબાદની પરિસ્થિતિ પરાકાષ્ઠા તરફ આગળ વધી રહી હતી. સરદારના સતત દબાવને કારણે, પંડિર નહેરુ અને રાજાજીનો વિરોધ હોવા છતાંય, હૈદરાબાદ તરફ કૂચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નહેરુ અને રાજાજીની અસંમતિના સંદર્ભે સરદારે એવી પ્રતિક્રિયા આપી કે ‘અહિંસાના હિમાયતી(અહીં ગાંધીજી)ની આ બે વિધવાઓ આ પરિસ્થિતિમાં વિલાપ કરી રહી હતી.” *