Sarjanhar No Shankhnaad
Sarjanhar No Shankhnaad
Swadeshi Book Store

Sarjanhar No Shankhnaad

Regular price $8.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

સર્જનહાર નો શંખનાદ 

Page 160

શું તમને જાણો છો કે એવો પણ સમય હતો કે જ્યારે રીંછ બોલી શકતાં હતા, ચંદ્ર હસતો હતો અને માછલીઓની અંદરથી બાળકો મળી આવતાં હતાં? શું તમે ક્યારેય હજાર હાથવાળા માણસ વિષે સાંભળ્યું છે?

હજારો વર્ષ જૂનો આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ અને ઊજળી પરંપરાઓનો દેશ કહેવાય છે. આ સંસ્કૃતિ અને પરંપરાઓનું સર્જન થયું છે સદીઓ પહેલાં આપણી પાવન ભૂમિ ઉપર પગલાં પાડી ગયેલા દેવો અને પવિત્ર ઋષિમુનિઓનાં આશીર્વાદથી. હવે તો ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જિનેટિક્સમાં ઓગળી પણ ગયાં છે. ભારતની પ્રજાને ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અસીમ શ્રદ્ધા છે.

શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ બંને, સૃષ્ટિના પાલનહાર વિષ્ણુના માનવઅવતાર હતા એવું માનવામાં આવે છે. એક જ ઈશ્વરનાં આ બંને માનવઅવતારો અલગ-અલગ સમયખંડમાં હોવાની સાથે ભિન્ન ભિન્ન વિશિષ્ટતાઓ ધરાવતા હતા. એ બંને અવતારો અને તેમના વંશ વિષેની અજાણી અને ભુલાઈ ગયેલી કથાઓ આ પુસ્તકમાં તમને માણવા મળશે !

આ એવા સમયકાળની કથાઓ છે, જ્યારે દેવો અને દાનવો સામાન્ય માણસની સાથે જ આ પૃથ્વી ઉપર જીવતા હતા. પ્રાણીઓ બોલી શકતાં હતાં અને દેવોએ સામાન્ય માણસને આપેલાં વરદાન ફળતાં પણ હતાં. લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખક સુધા મૂર્તિએ, પોતાનાં વિઝન અને ઍન્ગલથી આ ઍક્સ્ટ્રા-આૅર્ડિનરી કથાઓને સરળ શૈલીમાં રજૂ કરી છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ અંગેની આ કૌતુકભરી કથાઓ તમને ચકિત કરી દેશે !