Share Marketman Abdul Zeromathi Hero Kevi Rite Banyo?
શેર માર્કેટ મા અબ્દુલ ઝીરો માંથી હીરો કેવી રીતે બન્યો
Pages 128
તમારા હાથમાં જે પુસ્તક છે, તેમાં પ્રસિદ્ધ લેખક મહેશ ચંદ્ર કૌશિકે ગુજરાતીમાં તમને એક વાર્તાના માધ્યમ દ્વારા શેર બજારને ક-ખ-ગ-થી શરૂ કરીને ઑપ્શન ટ્રેડિંગ સુધી તમામ દૃષ્ટિકોણથી સમજાવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં તેમના બાર વર્ષના શેર બજારના અનુભવનો નિચોડ છે. જો તમે મન લગાવીને એક એક પાનાને ધ્યાનથી વાંચશો તો તમે ગમે તેવા અનાડી કેમ ન હોવ, શેર બજાર તમને બાળકની રમત જેવું લાગવા માંડશે. આ સંપૂર્ણ વાર્તા અંદરોઅંદર જોડાયેલી છે, તેટલા માટે તેને પેહલાં પાનાથી માંડી છેલ્લાં પાનાં સુધી વાંચવું પડશે. અધવચ્ચેથી ઉતાવળ કરવાથી અથવા તો સીધા આગળના પ્રકરણો પર જઈ વાંચવાથી એવું પણ બની શકે કે તમે તે જ્ઞાન-માહિતીનો લાભ ઉઠાવવાથી વંચિત રહી જાઓ, જે તમને આ પુસ્તકમાંથી મળી શકે છે તેથી સંયમ સાથે શરૂઆતથી લઈ અંત સુધી પુસ્તકનું અધ્યયન-મનન કરો. પછી તો ચોક્કસપણે તમને શેર બજારમાં શિખર પર પહોંચવામાં સમય નહીં લાગે. શેર બજાર માટે એક ઉપયોગી પૅક્ટિકલ હેન્ડબુક.