Shodhe Tene Jade (Gujarati)
શોધે તેને જડે
Pages: 144
મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે.
સૌના જીવનમાં બને છે એવું તમારા જીવનમાં પણ બનતું જ હશે કે રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તમે તમારી અંદરની સહજતાને ખોઈને, દુનિયા વિચારે એવી ચીલાચાલુ ઢબે વિચારતા થઈ જતા હશો. Out of Box વિચારવાનો તમને કાં તો સમય જ નથી હોતો, કાં તો કશાક ડરને કારણે એવું વિચારવાથી તમે દૂર ભાગો છો!
ક્યારેય એવું વિચાર્યું છે કે તમે નાના હતા ત્યારે કઈ રીતે નવું નવું વિચારી શકતા હતા! તો હવે જ્યારે તમે મોટા થઈ ગયા છો ત્યારે રોજિંદા ઘસાયેલા વિચારોથી જિંદગીને શા માટે વેંઢાર્યા કરો છો!
તમારા હાથમાં એક વિશિષ્ટ રૂપકકથા છે જેમાં બાળકને એક પ્રતીક તરીકે રાખીને સુધા મૂર્તિએ, તમારી Out of Box વિચારવાની આદતને ફરી એકવાર કેળવવા માટે અનોખી પ્રેરણા પૂરી પાડી છે!
તમારી જિંદગીના બધા જ પ્રશ્નોના ઉકેલ તમારી અંદર જ છે, માત્ર જરૂર છે નવી રીતે વિચારવાની! માટે જ કહ્યું છે ને કે શોધે તેને જડે!