Sinhpurush
Swadeshi Book Store

Sinhpurush

Regular price $18.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

સિંહપુરુષ

Pages 400

 માત્ર સત્તાવીસ વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે ડબલ જનમટીપની સજા વહોરનાર આ યુવાન સાવરકર આજના યુવાનોના આદર્શ હોવા જોઈએ. અહીં વાત હિંસાની નથી, હિંમતની છે. હિંમત અને તાકાત એમનામાંથી શીખવાની છે. જૂઠી વાતનો વિરોધ કરવાની શક્તિ એમનામાંથી શીખવાની છે. આફતો વચ્ચે કેમ જીવવું ? એ પણ સાવરકર શીખવે છે અને યુવાનીનો ખરો ઉદ્દેશ શું હોય ? એ પણ શીખવે છે. સાવરકરની જિંદગી જાણશો તો ખ્યાલ આવશે કે આ વીરે પોતાની આખી જિંદગી માતૃભૂમિને સમર્પિત કરી દીધી હતી.

 

ગુજરાતના વિખ્યાત લેખક ડૉ. શરદ ઠાકરની તેજીલી કલમે ‘સાધના’માં સાવરકરના જીવન પર આધારિત નવલકથા ‘સિંહ પુરુષ’ પ્રકાશિત થઈ ચૂકી છે. જેના પાને પાને સાવરકરની ડણક અને પ્રેરણા પડઘાય છે ! સાવરકરની જિંદગી જ યુવાનો માટે એક આદર્શ પ્રેરણાપથ છે. બાળપણથી લઈને જિંદગીનાં છેલ્લા શ્ર્વાસ સુધી એમણે જીવેલી જિંદગી યુવાનોને હિંમત, નીડરતા, દેશભક્તિ અને બીજા અનેક ગુણો શીખવે છે..... આવો એ જિંદગાની જાણીએ અને શીખ મેળવીએ...