The Girl in Room 105
ઘ ગર્લ ઈન રૂમ 105
Pages: 368
હાય, હું કેશવ છું અને મારી જિંદગી ખરાબ છે. હું મારી નોકરીને ધિક્કારું છું અને મારી ગર્લફ્રેન્ડ મારાથી દૂર થઈ ગઈ છે. આહ, સુંદર ઝારા. ઝારા કાશમીરથી છે. તે મુસ્લિમ છે. અને મેં કહ્યું કે મારું કુટુંબ થોડું પરંપરાગત પ્રકારનું છે ? ઠીક છે, તે છોડી દો. ઝારા અને હું ચાર વર્ષ પહેલાં અલગ થઈ ગયાં હતાં. તે આગળ વધી ગઈ. મારાથી તેવું ના થયું. હું દરરોજ રાત્રે તેને ભૂલવા માટે નશો કરતો હતો. હું કોલ કરતો, મેસેજ કરતો , અને ચોરીછુપીથી સોશિયલ મીડિયા પર તેનો પીછો કરતો હતો. તે મને અવગણતી હતી.જોકે, તે રાત્રે, તેના જન્મદિવસની પૂર્વસંધ્યાએ, ઝારાએ મને મેસેજ કર્યો. તેણે મને બોલાવ્યો, જૂના દિવસોની જેમ, તેની હોસ્ટેલના રૂમ ૧૦૫માં. મારે જવું ના જોઈએ , પણ હું ગયો. અને મારી જિંદગી કાયમ માટે બદલાઈ ગઈઆ લવસ્ટોરી નથી. આ અનલવ સ્ટોરી છે.
ફાઈવ પોઇન્ટ સમવન અને ૨ સ્ટેટ્સના લેખક તરફથી આધુનિક ભારતના પૃષ્ઠભૂમિ પર ઝનૂની પ્રેમ અને જીવનનો હેતુ શોધવા વિશે ઝડપી, રમૂજી અને આખી વાંચ્યા પહેલાં મૂકી ના શકાય તેવી રોમાંચક વાર્તાની રજૂઆત.