The Subtle Art of Not Giving a Fu*k (Gujarati)
The Subtle Art of Not Giving a Fu*k (Gujarati)
Swadeshi Book Store

The Subtle Art of Not Giving a Fu*k (Gujarati)

Regular price $11.99 $0.00 Unit price per
Shipping calculated at checkout.

ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ એ *ક

Pages 220

આજની પ્રગતિશીલ પેઢીની આ સેલ્ફ-હેલ્પ ગાઇડમાં, એક સુપરસ્ટાર બ્લોગર, સુખી અને શક્તિશાળી બનવા માટે, મુશ્કેલીઓનો સામી છાતીએ સારી રીતે મુકાબલો કઇ રીતે કરવો તે આપણને દર્શાવે છે, એટલું જ નહીં પણ હંમેશા સકારાત્મક રહેવાના પ્રયત્નો કરવાની કોઇ જરૂર નથી તેવું પણ સ્પષ્ટપણે આ પુસ્તકનાં માધ્યમ દ્વારા આપણને સમજાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી, માર્ક મેન્સન – પોતાના અત્યંત લોકપ્રિય બ્લોક દ્વારા – આપણા પ્રતિ પોતની અને વિશ્વની ભ્રામક અપેશ્રાઓથી આપણને સાવચેત કરવાના પ્રયત્નો કરતા આવ્યા છે. હવે તેમણે પોતાના આ અદભૂત વિચારોને આ અભૂતપૂર્વ પુસ્તક દ્વારા આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
મેન્સનનો તર્ક છે કે માણસમાત્ર ભૂલને પાત્ર છે અને દરેકની પોતાની મર્યાદાઓ હોય જ છે, તેઓ લખે છે કે , દરેક જણ અસાધારણ બની શકતો નથી – દુનિયામાં વિજેતા અને પરાજિત એમ બંન્ને પ્રકારના લોકો હોય છે. અને તેમાં તમે પોતે કોઇ રીતે જવાબદાર હોતા નથી. મેન્સન આપણને  પોતાની મર્યાદાઓ ઓળખી અને તેને સ્વીકારવાની સલાહ આપે છે. તેમના કહેવા મુજબ આ જ આપણને શક્તિશાળી બનાવતો રસ્તો છે. જ્યારે આપણે આપણા ભય, ભૂલો અને અનિશ્ચિતતાઓને સ્વીકારી તેનાથી ભાગવાનાસ તેને અવગણવાનું બંધ કરીને, ભયાનક સત્યનો સામનો કરવાનું શરૂ કરીએ, ત્યારે આપણે જે હિંમત અને વિશ્વાસ મેળવવા માટે ઝઝૂમતા હોઇએ છે તે મેળવવાની શરૂઆત કરીએ છીએ.
‘જીવનમાં આપણે બહુ ઓછી બાબતોની ચિંતા કરવાની ક્ષમતા ધરાવીએ છીએ, માટે આપણે કઇ બાબતની ચિંતા કરવી કે કોને કેટલું મહત્વ આપવું તે કાળજીપૂર્વક નક્કી કરવું જોઇએ.’ મેન્સન આંખથી આંખ મિલાવી, મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કરવાનો વિચાર લઇ આવ્યા છે અને આ પુસ્તકને રસપ્રદ સત્યકથાઓ અને પ્રસંગો સાથે એક નક્કર હાસ્યથી ભરપૂર બનાવ્યું છે. આ પુસ્તક આપણા સહુના ગાલ ઉપર તમાચા સમાન છે જે આપણને વધુ સંતોષપૂર્ણ અને હકીકતસભર જીવન તરફ દોરી જાય છે.
 માર્ક મેન્સન વીસ લાખથી વધુ વાચકો ધરાવતા એક સ્ટાર બ્લોગર છે. તેઓ ન્યૂયોર્કમાં રહે છે અને ‘ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ એ *ક’ એ તેમનું પ્રથમ પુસ્તક છે.